૩૦ યફૂન્નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ+ સિવાય કોઈ પણ એ દેશમાં પ્રવેશી નહિ શકે,+ જેમાં તમને વસાવવાના મેં સમ ખાધા હતા.
૩૧ “‘“પણ જે બાળકો વિશે તમે કહ્યું હતું કે તેઓને લૂંટી લેવામાં આવશે,+ એ બાળકોને હું એ દેશમાં લઈ જઈશ. તમે જે દેશનો નકાર કર્યો છે,+ એ દેશમાં તેઓ વસશે.