૧૮ ન્યાયાધીશો પૂરેપૂરી તપાસ કરે.+ જો સાબિત થાય કે સાક્ષી આપનાર માણસ જૂઠું બોલ્યો છે અને તેણે પોતાના ભાઈ પર ખોટો આરોપ મૂક્યો છે, ૧૯ તો તેને એવી જ સજા કરો, જેવી સજા તેણે પોતાના ભાઈ પર લાવવા કાવતરું ઘડ્યું હતું.+ તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+
૨૦ તેઓ વડીલોને કહે, ‘અમારો આ દીકરો હઠીલો અને બંડખોર છે. તે અમારું માનતો નથી. તે ખાઉધરો+ અને દારૂડિયો છે.’+૨૧ પછી તેના શહેરના બધા લોકો તેને પથ્થરે મારી નાખે. આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો. આખું ઇઝરાયેલ એ વિશે સાંભળશે અને ગભરાશે.+