-
યહોશુઆ ૧૨:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ અમોરીઓનો રાજા સીહોન,+ જે હેશ્બોનમાં રહેતો હતો અને આર્નોન ખીણને+ કિનારે આવેલા અરોએરમાંથી+ રાજ કરતો હતો. આર્નોન ખીણની વચ્ચેથી લઈને યાબ્બોકની ખીણ સુધીનો વિસ્તાર તેનો હતો. તે અડધા ગિલયાદ પર રાજ કરતો હતો. યાબ્બોકની ખીણ આમ્મોનીઓની સરહદ પણ હતી. ૩ તે અરાબાહથી પૂર્વ તરફ કિન્નેરેથના સમુદ્ર*+ સુધી રાજ કરતો હતો. એની પૂર્વ બાજુએ બેથ-યશીમોથની દિશામાં આવેલા અરાબાહ સમુદ્ર, એટલે ખારા સમુદ્ર* સુધી અને દક્ષિણ તરફ પિસ્ગાહના+ ઢોળાવોની તળેટી સુધી તે રાજ કરતો હતો.
-