૯ પણ ઓનાન જાણતો હતો કે આવનાર બાળક તેનું નહિ ગણાય.+ એટલે તે પોતાના ભાઈની પત્ની સાથે સંબંધ બાંધતી વખતે, વીર્ય જમીન પર પાડી નાખતો. તે પોતાના ભાઈ માટે કોઈ વંશજ પેદા કરવા માંગતો ન હતો.+
૧૦ માહલોનની પત્ની મોઆબી રૂથને હું મારી પત્ની તરીકે સ્વીકારું છું. આમ કરવાથી ગુજરી ગયેલા માણસનો વારસો તેના વંશજો પાસે જ રહેશે.+ તેના ભાઈઓ અને શહેરના લોકોમાંથી મરનાર માણસનું નામ ભૂંસાઈ નહિ જાય. આજે તમે એના સાક્ષી છો.”+