વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૨:૩૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૯ જુઓ, હું જ એકમાત્ર ઈશ્વર છું,+

      મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+

      હું જ મોત આપું છું અને હું જ જીવન આપું છું.+

      હું જ ઘાયલ કરું છું+ અને હું જ સાજા કરું છું,+

      મારા હાથમાંથી છોડાવી શકે એવું કોઈ નથી.+

  • અયૂબ ૧૪:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ કાશ! તમે મને કબરમાં* છુપાવી રાખો+

      અને તમારો ગુસ્સો શાંત પડે ત્યાં સુધી મને સંતાડી રાખો.

      કાશ! તમે મારા માટે સમય ઠરાવો અને મને યાદ કરો!+

  • ગીતશાસ્ત્ર ૩૦:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ હે યહોવા, તમે મને કબરમાંથી* બહાર ખેંચી લાવ્યા છો.+

      તમે મને જીવતો રાખ્યો છે. તમે મને કબરમાં* ઊતરી જતા બચાવ્યો છે.+

  • ગીતશાસ્ત્ર ૪૯:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ પણ ઈશ્વર મને કબરના* બંધનમાંથી છોડાવશે,+

      ઈશ્વર મારો હાથ પકડી રાખશે. (સેલાહ)

  • ગીતશાસ્ત્ર ૬૮:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ સાચા ઈશ્વર આપણને બચાવનાર ઈશ્વર છે.+

      વિશ્વના માલિક* યહોવા આપણને મોતના પંજામાંથી છોડાવે છે.+

  • હોશિયા ૧૩:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ હું મારા લોકોને કબરના* બંધનમાંથી છોડાવીશ,

      હું તેઓને મોતના પંજામાંથી મુક્ત કરીશ.+

      ઓ મરણ, તારો ડંખ ક્યાં?+

      ઓ કબર, તારો વિનાશ ક્યાં?+

      પણ હું કરુણા બતાવીશ નહિ.

  • યોહાન ૧૧:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ માર્થાએ કહ્યું: “હું જાણું છું કે છેલ્લા દિવસે જ્યારે ગુજરી ગયેલા લોકો જીવતા કરાશે,*+ ત્યારે તે જીવતો થશે.”

  • ૧ કોરીંથીઓ ૧૫:૫૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૫ “ઓ મરણ, તારો વિજય ક્યાં? ઓ મરણ, તારો ડંખ ક્યાં?”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો