૨૧યહોવાએ કહ્યું હતું તેમ તેમણે સારાહ પર ધ્યાન આપ્યું. યહોવાએ પોતાના વચન પ્રમાણે સારાહ માટે કર્યું.+૨ સારાહ ગર્ભવતી થઈ.+ ઈશ્વરે વચન આપ્યું હતું તેમ ઠરાવેલા સમયે સારાહે ઇબ્રાહિમના ઘડપણમાં તેને દીકરો આપ્યો.+
૧૯ એલ્કાનાહનું કુટુંબ વહેલી સવારે ઊઠ્યું અને તેઓએ યહોવા આગળ નમન કર્યું. ત્યાર બાદ તેઓ પોતાના ઘરે રામા શહેર પાછા આવ્યા.+ એલ્કાનાહે પોતાની પત્ની હાન્ના સાથે જાતીય સંબંધ બાંધ્યો અને યહોવાએ હાન્નાને યાદ કરી.*+