-
૧ શમુએલ ૨:૧૪-૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તે હાંડલું, દેગ કે કઢાઈમાં કાંટો ભોંકતો. કાંટામાં જે માંસ ભરાઈને બહાર આવતું, એ બધું યાજક પોતાને માટે લઈ લેતો. શીલોહ આવતા બધા ઇઝરાયેલીઓ સાથે એલીના બે દીકરાઓ અને તેઓના સેવકો એવું કરતા. ૧૫ એટલું જ નહિ, બલિદાન ચઢાવનાર માણસ ચરબી બાળે અને એમાંથી ધુમાડો નીકળે,+ એ પહેલાં તો યાજકનો સેવક આવી જતો અને કહેતો: “શેકવા માટે યાજકને માંસ આપ. તે તારી પાસેથી બાફેલું માંસ નહિ લે, પણ કાચું માંસ લેશે.” ૧૬ બલિદાન ચઢાવનાર માણસ કહેતો: “પહેલા ચરબી બળી જવા દે,+ પછી તું ચાહે એટલું લઈ લેજે.” પણ સેવક કહેતો: “ના, મને હમણાં જ માંસ આપ, નહિ તો હું બળજબરીથી લઈ લઈશ!”
-