૧૭ હવે તમે નક્કી કરો કે શું કરવું છે. અમારા માલિક પર અને આપણા બધા પર ચોક્કસ ભારે આફત આવી પડવાની છે.+ તે એવા નકામા* માણસ છે+ કે કોઈ તેમને કશું કહી શકે એમ નથી.”
૨૧ દાઉદ મનમાં ને મનમાં વિચારતો હતો: “મેં વેરાન પ્રદેશમાં તેમની બધી વસ્તુઓની સંભાળ રાખવા નકામી મહેનત કરી. તેમની એક પણ વસ્તુ ખોવાઈ નથી.+ છતાં તેમણે મારી ભલાઈનો આવો બદલો કેમ વાળ્યો?+