૧૫ રાજાએ બેથેલમાંનાં ભક્તિ-સ્થળ અને વેદી તોડી પાડ્યાં. એ નબાટના દીકરા યરોબઆમે બનાવ્યાં હતાં. એનાથી યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યાં હતાં.+ વેદી અને ભક્તિ-સ્થળ તોડી પાડ્યાં પછી, રાજાએ ભક્તિ-સ્થળ બાળી નાખ્યું અને એનો ભૂકો કરી નાખ્યો. તેણે ભક્તિ-થાંભલો પણ બાળી નાખ્યો.+