-
૧ રાજાઓ ૧૫:૨૫-૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ યહૂદાના રાજા આસાના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે યરોબઆમનો દીકરો નાદાબ+ ઇઝરાયેલનો રાજા બન્યો હતો. તેણે ઇઝરાયેલ પર બે વર્ષ રાજ કર્યું હતું. ૨૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ નાદાબ કરતો હતો. તેણે પોતાના પિતા જેવું જ કર્યું હતું.+ તેના પિતાએ ઇઝરાયેલીઓ પાસે જેવાં પાપ કરાવ્યાં હતાં,+ એવાં તેણે પણ કર્યાં હતાં. ૨૭ ઇસ્સાખાર કુળના અહિયાના દીકરા બાશાએ નાદાબ વિરુદ્ધ કાવતરું ઘડ્યું. પલિસ્તીઓના શહેર ગિબ્બથોન+ સામે નાદાબ અને બધા ઇઝરાયેલીઓએ ઘેરો નાખ્યો હતો. એ સમયે બાશાએ નાદાબને ગિબ્બથોનમાં મારી નાખ્યો. ૨૮ તેને મારી નાખીને બાશા પોતે રાજા બની બેઠો. એ સમયે યહૂદાના રાજા આસાના શાસનનું ત્રીજું વર્ષ ચાલતું હતું. ૨૯ બાશા રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબના બધાને રહેંસી નાખ્યા. તેણે યરોબઆમના કુટુંબમાંથી કોઈને જીવતો રહેવા દીધો નહિ. તેણે તેઓનો સફાયો કરી નાખ્યો. આ રીતે યહોવાના શબ્દો પૂરા થયા, જે તેમણે શીલોહમાં રહેતા પોતાના સેવક અહિયા દ્વારા કહ્યા હતા.+
-