-
૨ રાજાઓ ૧૭:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ યહોવા પોતાના બધા પ્રબોધકો અને દર્શન જોનારાઓ+ દ્વારા ઇઝરાયેલને અને યહૂદાને ચેતવણી આપતા રહ્યા. તેમણે કહ્યું: “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો!+ તમારા બાપદાદાઓને મેં નિયમો આપ્યા હતા. તમારી પાસે મેં મારા પ્રબોધકોને મોકલ્યા હતા. મારી એ આજ્ઞાઓ અને મારા એ કાયદા-કાનૂન પાળો, જે મેં તેઓને જણાવ્યાં હતાં.” ૧૪ પણ તેઓએ સાંભળ્યું નહિ. તેઓએ પોતાના બાપદાદાઓની જેમ ઈશ્વર યહોવા પર ભરોસો મૂક્યો નહિ અને હઠીલા જ રહ્યા.+
-
-
૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તેઓના બાપદાદાઓના ઈશ્વર યહોવાને પોતાના લોકો પર અને રહેઠાણ પર કરુણા આવતી હતી. એટલે તેમણે લોકો પાસે પોતાનો સંદેશો લઈ જનારાઓને મોકલ્યા અને વારંવાર ચેતવણી આપી. ૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.
-