૧૨ જો તે માણસ ખૂબ ગરીબ હોય, તો તેણે ગીરવે મૂકેલું વસ્ત્ર આખી રાત તમારી પાસે ન રાખો.+ ૧૩ સૂર્ય આથમે ત્યારે તે માણસે ગીરવે મૂકેલું વસ્ત્ર તેને પાછું આપી દો, જેથી એ વસ્ત્ર પહેરીને તે સૂઈ જાય+ અને તમને આશીર્વાદ આપે. આમ તમે તમારા ઈશ્વર યહોવાની નજરમાં નેક ગણાશો.