-
દાનિયેલ ૪:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ હે રાજા, મારા માલિક, તમારા સપનાનો અર્થ સાંભળો. સર્વોચ્ચ ઈશ્વરે જે ચુકાદો આપ્યો છે, એ તમારા પર આવી પડશે. ૨૫ તમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે. તમે જંગલી જાનવરો સાથે રહેશો અને બળદની* જેમ ઘાસ ખાશો. તમે આકાશના ઝાકળથી પલળશો+ અને તમારા માથે સાત સમયો*+ વીતશે.+ પછી તમને સમજાશે કે મનુષ્યનાં રાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વરનું રાજ છે અને તે ચાહે તેને એ રાજ સોંપે છે.+
-