વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૨:૧૮, ૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ પણ યહૂદાના રાજા જેમણે તમને મારી પાસે યહોવાની સલાહ લેવા મોકલ્યા છે, તેમને તમારે આમ કહેવું: “તમે જે વાતો સાંભળી છે એના વિશે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: ૧૯ ‘મેં આ જગ્યા વિશે અને એમાં રહેનારા વિશે કહ્યું હતું કે તેઓની દશા જોઈને લોકો થથરી જશે અને શ્રાપ આપશે. એ સાંભળીને યહોવા આગળ તારું દિલ પીગળી ગયું અને તું નમ્ર બની ગયો.+ તેં તારાં કપડાં ફાડ્યાં+ અને તું મારી આગળ રડ્યો. એટલે મેં પણ તારી વિનંતી સાંભળી છે, એવું યહોવા કહે છે.

  • ૨ કાળવૃત્તાંત ૩૩:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તે ઈશ્વરને કાલાવાલા કરતો રહ્યો. તેની અરજોથી ઈશ્વરનું દિલ પીગળી ગયું અને તેમણે દયા માટેની તેની વિનંતી સાંભળી. તેમણે યરૂશાલેમની રાજગાદી તેને પાછી આપી.+ પછી મનાશ્શાને ખાતરી થઈ કે ફક્ત યહોવા જ સાચા ઈશ્વર છે.+

  • ગીતશાસ્ત્ર ૨૨:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ જુલમ સહેનારનો ઈશ્વરે તિરસ્કાર કર્યો નથી, તેનો ધિક્કાર પણ કર્યો નથી.+

      દુખિયારાથી તેમણે મોં ફેરવી લીધું નથી,+

      મદદ માટેનો તેનો પોકાર તેમણે સાંભળ્યો છે.+

  • ગીતશાસ્ત્ર ૩૪:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ દુઃખી લોકોના પડખે યહોવા છે.+

      કચડાયેલા* મનના લોકોને તે બચાવે છે.+

  • નીતિવચનો ૨૮:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+

      પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+

  • યશાયા ૫૭:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ જે ઈશ્વર ઊંચાણમાં રહે છે, જે સદા જીવતા રહે છે+

      અને જેમનું નામ પવિત્ર છે,+ તે કહે છે:

      “હું ઊંચાણમાં અને પવિત્ર જગ્યામાં રહું છું.+

      હું કચડાયેલા અને નિરાશ* લોકો સાથે પણ રહું છું.

      હું નિરાશ લોકોને ઉત્તેજન આપું છું

      અને કચડાયેલા લોકોનાં દિલ તાજગીથી ભરી દઉં છું.+

  • લૂક ૧૫:૨૨-૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ પિતાએ ચાકરોને કહ્યું: ‘જલદી કરો! સૌથી સારો ઝભ્ભો લાવીને તેને પહેરાવો. તેના હાથમાં વીંટી અને પગમાં ચંપલ પહેરાવો. ૨૩ તાજો-માજો વાછરડો લાવો અને કાપો. ચાલો આપણે ખાઈ-પીને મજા કરીએ. ૨૪ મારો આ દીકરો મરણ પામ્યો હતો, પણ હવે જીવતો થયો છે.+ તે ખોવાઈ ગયો હતો, પણ હવે પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.

  • લૂક ૧૮:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ પણ કર ઉઘરાવનાર દૂર ઊભો હતો. તે આકાશ તરફ નજર ઊંચી કરવા પણ તૈયાર ન હતો. તે છાતી કૂટીને કહેતો હતો: ‘હે ઈશ્વર, મારા જેવા પાપી પર કૃપા* કરો.’+ ૧૪ હું તમને જણાવું છું, આ માણસ પેલા ફરોશી કરતાં વધારે નેક સાબિત થઈને પોતાના ઘરે ગયો.+ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો