૭ પવિત્ર ઈશ્વર બોલ્યો છે:
“હું ખુશીથી મારા લોકોને શખેમ+ વારસામાં આપીશ,
સુક્કોથનો નીચાણ પ્રદેશ પણ આપીશ.+
૮ ગિલયાદ+ મારું છે અને મનાશ્શા પણ મારું છે,
એફ્રાઈમ મારા માથાનો ટોપ છે,+
યહૂદા મારો રાજદંડ છે.+
૯ મોઆબ મારા હાથ-પગ ધોવાનું વાસણ છે.+
અદોમ પર હું મારું ચંપલ ફેંકીશ.+
પલિસ્તને જીતીને હું ખુશી મનાવીશ.”+