વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૩૪:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ કેમ કે ઈશ્વર માણસને તેના કામનું ફળ આપે છે,+

      અને તેના માર્ગનું પરિણામ તેને ભોગવવા દે છે.

  • નીતિવચનો ૨૪:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ પણ જો તું કહે, “અમને એ વિશે કંઈ ખબર નથી,”

      તો જે ઈશ્વર દિલ* તપાસે છે, તે શું તારા વિચારો જાણતા નથી?+

      હા, એ ઈશ્વર તારા પર નજર રાખે છે અને તારા વિચારો જાણે છે,

      તે દરેકને પોતાના કામનો બદલો વાળી આપશે.+

  • રોમનો ૨:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+

  • ૨ કોરીંથીઓ ૫:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ કેમ કે આપણે બધાએ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થવું પડશે,* જેથી આ શરીરમાં રહીને જે સારાં કે ખરાબ કામો કર્યાં હોય, એનો બદલો દરેકને મળે.+

  • ગલાતીઓ ૬:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ છેતરાશો નહિ, ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે.+

  • ૨ તિમોથી ૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ તાંબાનું કામ કરનાર* એલેકઝાંડરે મને ઘણી વાર નુકસાન પહોંચાડ્યું છે. યહોવા* તેનાં કામો પ્રમાણે તેને બદલો આપશે.+

  • પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ મેં મરણ પામેલા લોકોને, નાના-મોટા લોકોને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. વીંટાઓ ખોલવામાં આવ્યા. બીજો એક વીંટો ખોલવામાં આવ્યો, જે જીવનનો વીંટો હતો.+ વીંટાઓમાં જે લખ્યું હતું એના આધારે, એ મરણ પામેલા લોકોનાં કાર્યો મુજબ તેઓનો ન્યાય કરવામાં આવ્યો.+ ૧૩ સમુદ્રે પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. મરણે અને કબરે* પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. દરેકનો ન્યાય તેનાં કાર્યો પ્રમાણે કરવામાં આવ્યો.+

  • પ્રકટીકરણ ૨૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “‘જુઓ! હું જલદી જ આવું છું. હું દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો