-
ગણના ૩૧:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ લૂંટના બે હિસ્સા પાડ. એક હિસ્સો યુદ્ધમાં ગયેલા સૈનિકોને આપ અને બીજો હિસ્સો બાકીના ઇઝરાયેલીઓને આપ.+
-
-
૧ શમુએલ ૩૦:૨૩-૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ પણ દાઉદે કહ્યું: “મારા ભાઈઓ, એમ ન કરાય. આ બધું તો યહોવાએ આપણને આપ્યું છે. તેમણે આપણું રક્ષણ કર્યું. આપણી સામે આવેલી લુટારાઓની ટોળકીને તેમણે આપણા હાથમાં સોંપી દીધી.+ ૨૪ તમારી આ વાત કોણ માનશે? લડાઈમાં જનારનો હિસ્સો અને સામાન સાચવનારનો હિસ્સો સરખો જ હોય.+ બધાને એકસરખો હિસ્સો મળશે.”+ ૨૫ એ દિવસથી દાઉદે ઇઝરાયેલ માટે એ નિયમ અને કાનૂન બનાવી દીધો, જે આજ સુધી ચાલે છે.
-