૧ કાળવૃત્તાંત ૧૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ દાઉદે લેવીઓના આગેવાનોને કહ્યું કે તેઓના જે ભાઈઓ ગાયક છે, એમાંથી અમુકને પસંદ કરે. તેઓ તારવાળાં વાજિંત્રો, વીણા+ અને ઝાંઝોના+ સંગીત સાથે ખુશીથી ગાય. ગીતશાસ્ત્ર ૮૭:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ગાનારાઓ+ અને નાચનારાઓ+ કહેશે: “સિયોન મારા આશીર્વાદોનો* ઝરો છે.”+ ગીતશાસ્ત્ર ૧૫૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો.+ તારવાળું વાજિંત્ર અને વીણા વગાડીને તેમની સ્તુતિ કરો.+
૧૬ દાઉદે લેવીઓના આગેવાનોને કહ્યું કે તેઓના જે ભાઈઓ ગાયક છે, એમાંથી અમુકને પસંદ કરે. તેઓ તારવાળાં વાજિંત્રો, વીણા+ અને ઝાંઝોના+ સંગીત સાથે ખુશીથી ગાય.