૧૪ યહોવા કહે છે,
“ઇજિપ્તનો નફો, ઇથિયોપિયાનો માલ-સામાન અને સબાઈમના લાંબા લાંબા લોકો
તારી પાસે આવશે અને તારા થશે.
તેઓ જંજીરોમાં જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે.
તેઓ આવશે અને તારી આગળ નમશે.+
તેઓ વિનંતી કરતા કહેશે કે ‘સાચે જ ઈશ્વર તમારી સાથે છે.+
બીજો કોઈ ઈશ્વર નથી, ના, બીજો કોઈ નથી.’”