૧૩ સૈન્યોના ઈશ્વર યહોવા જાહેર કરે છે, “જો! હું તારી વિરુદ્ધ છું,+
હું તારા રથોને બાળી નાખીશ, એમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળશે,+
તલવાર તારા જુવાન સિંહોનો નાશ કરશે.
હું તને પૃથ્વી પર શિકાર કરતા અટકાવી દઈશ,
અને તારા સંદેશવાહકોનો અવાજ સંભળાતો બંધ થઈ જશે.”+