૪ ઓ ઇઝરાયેલના પર્વતો, વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો! વિશ્વના માલિક યહોવા પર્વતો અને ડુંગરોને, ઝરણાઓ અને ખીણોને, ઉજ્જડ પડેલાં ખંડેરોને,+ ત્યજી દેવાયેલાં અને લૂંટી લેવાયેલાં શહેરોને, આસપાસની બીજી પ્રજાઓમાંથી બચી જનારાઓએ જેઓની મશ્કરી કરી એ શહેરોને કહે છે.+