૨૮ નબૂખાદનેસ્સારે જાહેર કર્યું: “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ થાય,+ તેણે પોતાનો દૂત મોકલીને પોતાના સેવકોને બચાવ્યા છે. આ ત્રણ યુવાનોએ પોતાના ઈશ્વરમાં ભરોસો રાખ્યો અને રાજાની આજ્ઞા વિરુદ્ધ ગયા. પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈની ભક્તિ કે સેવા કરવાને બદલે તેઓ મરવા પણ તૈયાર હતા.+