૨૯ પછી ઈશ્વરે કહ્યું: “જુઓ, મેં તમને પૃથ્વી પર એવા છોડ આપ્યા છે જેમાં બી હોય અને એવાં ઝાડ આપ્યાં છે જેનાં ફળમાં બી હોય. એ બધું તમારો ખોરાક થશે.+ ૩૦ પૃથ્વી પરના દરેક જંગલી પ્રાણીના, આકાશમાં ઊડતા દરેક પક્ષીના અને દરેક જીવંત પ્રાણીના ખોરાક માટે મેં લીલોતરી આપી છે.”+ અને એમ જ થયું.