૧૦ ઈશ્વરે કહ્યું: “વેરાન પ્રદેશમાં દ્રાક્ષો મળે તેમ મને ઇઝરાયેલ મળી આવ્યો.+
મારી નજરે તમારા બાપદાદાઓ અંજીરીના પ્રથમ અંજીર જેવા હતા.
પણ તેઓ પેઓરના બઆલ પાસે ગયા.+
પોતાને નિર્લજ્જ દેવને સમર્પિત કર્યા,+
તેઓ જેની પૂજા કરતા હતા એ દેવની જેમ તેઓ ધિક્કારને લાયક બન્યા.