૨૮ દાઉદે પછીથી એ વિશે સાંભળ્યું ત્યારે, તેણે કહ્યું: “નેરના દીકરા આબ્નેરના ખૂન માટે યહોવા આગળ હું અને મારું રાજ્ય હંમેશાં નિર્દોષ રહીશું.+ ૨૯ એનો દોષ યોઆબ+ અને તેના પિતાના આખા ઘર પર આવે. યોઆબના ઘરમાંથી બીમાર,+ રક્તપિત્તિયો,+ અપંગ, તલવારથી માર્યો જનાર કે ભૂખ્યો માણસ કદી ખૂટે નહિ!”+