-
નિર્ગમન ૭:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ તરત જ મૂસા અને હારુને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. હારુને પોતાની લાકડી લીધી ને રાજા અને તેના સેવકોના દેખતાં નાઈલ નદી પર મારી. એટલે, નદીનું બધું પાણી લોહી થઈ ગયું.+
-
-
નિર્ગમન ૮:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હારુને ઇજિપ્તના પાણી પર પોતાનો હાથ લંબાવ્યો અને નદીમાંથી દેડકાં નીકળવા લાગ્યાં. જોતજોતામાં તેઓ આખા દેશમાં ફેલાઈ ગયાં.
-
-
નિર્ગમન ૮:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ તેઓએ એમ જ કર્યું. હારુને પોતાનો હાથ લંબાવીને લાકડીથી જમીનને મારી. એટલે ઇજિપ્તની બધી ધૂળ મચ્છર બની ગઈ.+ એ મચ્છરો લોકો અને પ્રાણીઓને કરડવા લાગ્યાં.
-
-
નિર્ગમન ૯:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ બીજા દિવસે યહોવાએ એમ જ કર્યું. ઇજિપ્તના લોકોના દરેક પ્રકારનાં જાનવરો મરવા લાગ્યાં,+ પણ ઇઝરાયેલીઓનું એકેય જાનવર મર્યું નહિ.
-
-
નિર્ગમન ૯:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ તેથી મૂસા અને હારુન ભઠ્ઠીની રાખ લઈને રાજા આગળ ગયા. પછી મૂસાએ એને હવામાં ફેંકી અને બધાં માણસો અને પ્રાણીઓને ગૂમડાં ફૂટી નીકળ્યાં અને એમાંથી પરુ નીકળવા લાગ્યું.
-
-
નિર્ગમન ૯:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ લંબાવી અને યહોવાએ વાદળના ગડગડાટ સાથે કરા અને અગ્નિ* વરસાવ્યા. યહોવાએ આખા ઇજિપ્ત દેશ પર કરાનો વરસાદ વરસાવ્યો.
-
-
નિર્ગમન ૧૦:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ યહોવાએ મૂસાને કહ્યું: “તારો હાથ ઇજિપ્ત પર લંબાવ, જેથી આખા દેશ પર તીડો આવે અને કરાથી બચી ગયેલી સર્વ વનસ્પતિ ખાઈ જાય.”
-
-
નિર્ગમન ૧૦:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: “તારો હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા ઇજિપ્ત દેશ પર અંધકાર છવાઈ જાય. એ અંધકાર એટલો ગાઢ હશે કે, તેઓ એને મહેસૂસ કરી શકશે.”
-