૨૬ હું એક હુકમ બહાર પાડું છું, મારા આખા સામ્રાજ્યમાં રહેતા બધા લોકો દાનિયેલના ઈશ્વરનો આદર કરે અને તેનો ડર રાખે.+ તેનો ઈશ્વર જીવંત અને સનાતન છે. તેનું રાજ* સર્વકાળ ટકી રહે છે, તેના રાજ્યનો ક્યારેય નાશ થશે નહિ.+
૧૫ સાતમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું+ અને તેમના ખ્રિસ્તનું+ થયું છે. તે* સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”+