૯ પણ દાઉદે અબીશાયને કહ્યું: “તેમને કંઈ કરીશ નહિ. યહોવાના અભિષિક્ત+ વિરુદ્ધ હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”+ ૧૦ દાઉદે આગળ કહ્યું: “યહોવાના સમ કે યહોવા પોતે તેમને મારી નાખશે;+ અથવા બધાની જેમ તેમણે પણ એક દિવસે મરવું પડશે;+ અથવા તો કોઈ યુદ્ધમાં તે માર્યા જશે.+