૭ “જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે, એના કોઈ પણ શહેરમાં જો તમારો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબ થઈ જાય, તો તમે તમારાં હૃદયો કઠણ ન કરો અથવા તમારા ગરીબ ભાઈને મદદ કરવા પોતાની મુઠ્ઠી બંધ ન કરો.+ ૮ તમે ઉદાર હાથે તેને મદદ કરો.+ તેને જે જોઈએ અને જેટલું જોઈએ, એટલું ઉછીનું આપો.