૩ મેં રાજ્યાસનમાંથી મોટો અવાજ સાંભળ્યો: “જુઓ! ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. ઈશ્વર તેઓની સાથે રહેશે. તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓ સાથે હશે.+ ૪ ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.+ શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ.+ અરે, મરણ પણ રહેશે નહિ!+ ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”