-
પુનર્નિયમ ૬:૧૦-૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ “તારા ઈશ્વર યહોવા તને એ દેશમાં લઈ જશે, જે વિશે તેમણે તારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ત્યાં મોટાં મોટાં અને સરસ શહેરો છે, જે તેં બાંધ્યાં નથી;+ ૧૧ સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે માટે તેં મહેનત કરી નથી; ટાંકાઓ* છે, જે તેં ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનનાં ઝાડ છે, જે તેં રોપ્યાં નથી. જ્યારે તું ધરાઈને તૃપ્ત થાય,+ ૧૨ ત્યારે ધ્યાન રાખજે કે તું યહોવાને ભૂલી ન જાય.+ તે તને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે.
-