૨ “હું સૂતી હતી, પણ મારું મન જાગતું હતું.+
મારા પ્રેમીએ બારણે ટકોરા માર્યા હોય એવા ભણકારા મને થયા!
‘મારી પ્રેમિકા, મારી પ્રિયતમા, બારણું ખોલ,
મારી કબૂતરી, મારી બેદાગ સખી, બારણું ખોલ!
મારું માથું ઝાકળથી ભીંજાઈ ગયું છે
અને મારા વાળ રાતના ભેજથી પલળી ગયા છે.’+