૬ યહોવા કહે છે,
ઇઝરાયેલના રાજા+ અને એને છોડાવનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
‘હું પહેલો છું ને હું જ છેલ્લો છું.+
મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+
૭ મારા જેવો કોણ છે?+
તે આગળ આવે ને જણાવે અને મારી સામે સાબિત કરે.+
મેં જૂના જમાનામાં લોકોને પસંદ કર્યા ત્યારથી,
એવો કોઈ છે જે જણાવે કે ભાવિમાં શું થશે
અને કેવા કેવા બનાવો બનશે?