-
યશાયા ૫૬:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ જે પરદેશીઓ યહોવાની ભક્તિ કરે છે, તેમની સેવા કરે છે,
જેઓ યહોવાના નામ પર પ્રેમ રાખે છે+
અને તેમના ભક્તો બને છે,
જેઓ સાબ્બાથ પાળે છે, એને અશુદ્ધ કરતા નથી,
જેઓ મારા કરારને વળગી રહે છે,
તેઓને મારા પ્રાર્થનાઘરમાં આનંદથી ભરપૂર કરીશ.
તેઓએ મારી વેદી પર ચઢાવેલાં અગ્નિ-અર્પણો અને બલિદાનોનો હું સ્વીકાર કરીશ.
મારું ઘર બધા માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”+
-
-
યશાયા ૬૬:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ જેમ ઇઝરાયેલીઓ પોતાની ભેટ ચોખ્ખા વાસણમાં યહોવાના મંદિરમાં લાવે, તેમ તેઓ તારા ભાઈઓને બધી પ્રજાઓમાંથી+ યહોવા માટે ભેટ તરીકે કાઢી લાવશે. તારા ભાઈઓને તેઓ રથો અને ગાડાઓમાં, ઘોડા, ખચ્ચરો અને ઝડપથી દોડતાં ઊંટો પર લઈ આવશે. તેઓને મારા પવિત્ર પર્વત, યરૂશાલેમ લાવવામાં આવશે,” એવું યહોવા કહે છે.
-