૧૭ ઈશ્વર તેઓ વિરુદ્ધ ખાલદીઓના*+ રાજાને લઈ આવ્યા. તેણે પોતાની તલવારથી યુવાનોને મંદિરમાં+ કતલ કરી નાખ્યા.+ તેને યુવાન માણસ કે સ્ત્રી, વૃદ્ધ કે કમજોર, કોઈની દયા આવી નહિ.+ ઈશ્વરે બધું જ તેના હાથમાં સોંપી દીધું.+
૧૭ “ઇઝરાયેલના લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે.+ સિંહોએ તેઓને વિખેરી નાખ્યા છે.+ પહેલા તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો+ અને પછી બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* તેઓનાં હાડકાં ચાવી નાખ્યાં.+