-
૨ રાજાઓ ૨૪:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેઓ શહેરને ઘેરો નાખતા હતા ત્યારે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પણ ત્યાં આવી પહોંચ્યો.
-
-
૨ કાળવૃત્તાંત ૩૬:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ સાચા ઈશ્વરના મંદિરમાંથી તે બધાં નાનાં-મોટાં વાસણો લઈ ગયો. યહોવાના મંદિરનો ખજાનો, રાજાનો ખજાનો અને તેના આગેવાનોનો ખજાનો પણ તે લઈ ગયો. તે બધું જ લૂંટીને બાબેલોન લઈ ગયો.+
-
-
દાનિયેલ ૧:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧ યહૂદાના રાજા યહોયાકીમના+ શાસનના ત્રીજા વર્ષની આ વાત છે. બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ આવ્યો અને એને ઘેરી લીધું.+ ૨ પછી યહોવાએ* યહૂદાના રાજા યહોયાકીમને અને સાચા ઈશ્વરના* મંદિરનાં* અમુક વાસણોને નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યાં.+ તે એ વાસણો શિનઆર દેશમાં*+ પોતાના દેવના મંદિરમાં લઈ ગયો અને એના ભંડારમાં મૂક્યાં.+
-