-
લેવીય ૨૫:૩૯-૪૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૯ “‘જો તમારી આસપાસ રહેતો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબ થઈ જાય અને તેણે પોતાને વેચવો પડે,+ તો તમે તેની પાસે ગુલામો જેવું કામ ન કરાવો.+ ૪૦ તમારે તેની સાથે મજૂરીએ રાખેલા માણસની જેમ અને પ્રવાસીની જેમ વર્તવું.+ છુટકારાના વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. ૪૧ ત્યાર બાદ, તે તમને છોડીને પોતાનાં બાળકો* સાથે પોતાના કુટુંબમાં પાછો જાય અને પોતાના બાપદાદાની મિલકતનો વારસો પાછો લે.+ ૪૨ કેમ કે ઇઝરાયેલીઓ મારા ચાકરો છે, જેઓને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છું.+ તેઓ પોતાને ગુલામ તરીકે ન વેચે.
-
-
પુનર્નિયમ ૧૫:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ “જો તમારા હિબ્રૂ ભાઈઓમાંથી કોઈ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને તેણે છ વર્ષ તમારી ચાકરી કરી હોય, તો સાતમા વર્ષે તમે તેને આઝાદ કરો.+
-