-
પુનર્નિયમ ૨૮:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+
-
-
યહોશુઆ ૨૩:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ યહોવા તમારા ઈશ્વરે આપેલાં બધાં સારાં વચનો તેમણે પૂરાં કર્યાં છે.+ એ જ રીતે યહોવાએ જે બધી આફતો લાવવા વિશે કહ્યું હતું, એ પણ તમારા પર લાવી શકે છે. તમારા ઈશ્વર યહોવાએ આપેલા આ સારા દેશમાંથી તમારો નાશ કરી શકે છે.+ ૧૬ તમારા ઈશ્વર યહોવાએ જે કરાર પાળવાની આજ્ઞા આપી હતી, એ જો તમે તોડશો અને બીજા દેવોને ભજીને તેઓને નમન કરશો, તો યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠશે.+ તેમણે આપેલા સારા દેશમાંથી તે તમારો જલદી જ વિનાશ કરી નાખશે.”+
-