વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૫:૪-૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું.+ રાજાના બગીચા પાસે બે દીવાલો વચ્ચે દરવાજો હતો. રાજા પોતાના બધા સૈનિકો સાથે રાતોરાત એમાંથી નાસી છૂટ્યો. ખાલદીઓએ શહેરને ઘેરી રાખ્યું હોવા છતાં, સિદકિયા રાજા અરાબાહને રસ્તે ભાગી નીકળ્યો.+ ૫ પણ ખાલદીઓના લશ્કરે રાજાનો પીછો કર્યો. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં તેને પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. ૬ તેઓએ સિદકિયાને પકડી લીધો.+ તેઓ તેને રિબ્લાહમાં બાબેલોનના રાજા પાસે લઈ ગયા અને તેને સજા ફટકારી. ૭ તેઓએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખ્યા. પછી નબૂખાદનેસ્સારે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને તાંબાની બેડીઓ પહેરાવી અને બાબેલોન લઈ ગયો.+

  • યર્મિયા ૫૨:૭-૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ છેવટે દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું. રાજાના બગીચા પાસે બે દીવાલો વચ્ચે દરવાજો હતો. રાજા પોતાના બધા સૈનિકો સાથે રાતોરાત શહેરમાંથી નાસી છૂટ્યો. ખાલદીઓએ શહેરને ઘેરી રાખ્યું હોવા છતાં, તેઓ અરાબાહને રસ્તે ભાગી નીકળ્યા.+ ૮ પણ ખાલદીઓના લશ્કરે રાજાનો પીછો કર્યો. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં સિદકિયાને પકડી પાડ્યો.+ તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. ૯ તેઓએ સિદકિયાને પકડી લીધો. તેઓ તેને હમાથ દેશના રિબ્લાહમાં બાબેલોનના રાજા પાસે લઈ ગયા અને રાજાએ તેને સજા ફટકારી. ૧૦ બાબેલોનના રાજાએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખ્યા. તેણે રિબ્લાહમાં યહૂદાના બધા અધિકારીઓને પણ મારી નાખ્યા. ૧૧ પછી બાબેલોનના રાજાએ સિદકિયાની આંખો ફોડી નાખી,+ તેને તાંબાની બેડીઓ પહેરાવી અને બાબેલોન લઈ ગયો. સિદકિયા મરી ગયો ત્યાં સુધી તેને કેદમાં રાખ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો