૧૪ “તમે વર્ષમાં ત્રણ વખત મારા માટે તહેવાર ઊજવો.+ ૧૫ તમે બેખમીર રોટલીનો તહેવાર ઊજવો.+ સાત દિવસ તમે બેખમીર રોટલી ખાઓ. મેં આજ્ઞા આપી છે એ પ્રમાણે આબીબ મહિનામાં નક્કી કરેલા સમયે તમે એમ કરો,+ કેમ કે એ દિવસે તમે ઇજિપ્તમાંથી બહાર આવ્યા હતા. મારી આગળ કોઈ ખાલી હાથે ન આવે.+