૧૩ જ્યારે સહાયક એટલે કે સત્યની પવિત્ર શક્તિ+ તમારા પર આવશે, ત્યારે તે તમને સત્ય પૂરેપૂરું સમજવા મદદ કરશે. તે પોતાના વિચારો નહિ જણાવે, પણ તે જે સાંભળે છે એ કહેશે. તે ભવિષ્યમાં થનાર વાતો તમારી આગળ જાહેર કરશે.+
૨૭ પણ ઈશ્વરે તમને પોતાની પવિત્ર શક્તિથી* અભિષિક્ત કર્યા છે+ અને એ શક્તિ તમારામાં રહે છે. હવે બીજું કોઈ તમને શીખવે એવી જરૂર ઊભી થતી નથી. પવિત્ર શક્તિથી થયેલો અભિષેક સાચો છે, જૂઠો નથી. ઈશ્વર એ શક્તિ દ્વારા તમને બધું શીખવે છે.+ એ શક્તિના શીખવ્યા પ્રમાણે તમે તેમની સાથે એકતામાં રહો.+