૬ કશાની ચિંતા ન કરો,+ પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ* કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો.+૭ જો એમ કરશો, તો ઈશ્વરની શાંતિ,+ જે આપણી સમજશક્તિની બહાર છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારાં હૃદયનું અને મનનું* રક્ષણ કરશે.+
૧૫ તેમ જ, ખ્રિસ્તની શાંતિને તમારાં હૃદયો પર રાજ કરવા દો.*+ કેમ કે ઈશ્વરે તમને એ શાંતિમાં રહેવા બોલાવ્યા છે, જેથી તમે એક શરીર બનો. તમે બતાવી આપો કે તમે કેટલા આભારી છો.