૨૨ “ઇઝરાયેલના માણસો, મારી વાત સાંભળો. તમે જાણો છો કે ઈશ્વરે નાઝરેથના ઈસુને મોકલ્યા. તેમના દ્વારા ઈશ્વરે તમારી વચ્ચે ચમત્કારો કર્યા, અદ્ભુત અને ભયાનક કામો કર્યાં,+ જેથી બધા લોકો ઈસુને ઓળખી શકે.
૩૮ એ વાત નાઝરેથના ઈસુ વિશે છે. ઈશ્વરે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા+ અને તેમને બળ આપ્યું. તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને શેતાનથી* હેરાન થયેલા લોકોને સાજા કર્યા.+ તે આ બધું કરી શક્યા, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.+