૯ એટલે ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી+ અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.+ ૧૦ ઈશ્વરે એવું કર્યું, જેથી સ્વર્ગના, પૃથ્વી પરના અને જમીન નીચેના બધા જ ઈસુના નામને મહિમા આપે.+ ૧૧ બધા લોકો જાહેરમાં કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત આપણા માલિક છે,+ જેથી ઈશ્વર આપણા પિતાને મહિમા મળે.