૭ હું સારી રીતે લડાઈ લડ્યો છું,+ મેં દોડ પૂરી કરી છે+ અને હું શ્રદ્ધાથી જીવ્યો છું. ૮ મારા માટે સત્યનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે.+ ન્યાયના દિવસે માલિક ઈસુ, જે સાચા ન્યાયાધીશ છે,+ તે મને ઇનામમાં એ મુગટ આપશે.+ એ ઇનામ તે ફક્ત મને જ નહિ, તેમના પ્રગટ થવાની આતુરતાથી રાહ જોનારા બધાને પણ આપશે.