૩૫ વેર વાળવું અને બદલો લેવો એ મારું કામ છે.+
ઠરાવેલા સમયે તેઓના પગ લપસી જશે,+
કેમ કે તેઓની બરબાદીનો દિવસ નજીક છે,
તેઓ પર જે આવી પડવાનું છે, એ જલદી જ આવી પડશે.’
૩૬ જ્યારે યહોવા જોશે કે તેમના લોકો નિર્બળ થઈ ગયા છે,
તેઓમાં ફક્ત લાચાર અને કમજોર લોકો રહી ગયા છે,
ત્યારે તે તેઓનો ન્યાય કરશે+
અને પોતાના સેવકો પર તેમને દયા આવશે.+