-
લૂક ૧૨:૧૮-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ તેણે કહ્યું કે ‘હું આમ કરીશ:+ મારા કોઠારો તોડી નાખીશ અને એનાથી મોટા બંધાવીશ. ત્યાં હું મારું બધું અનાજ અને મારી વસ્તુઓ ભેગાં કરીશ. ૧૯ હું પોતાને કહીશ: “મેં એટલી સારી સારી વસ્તુઓ ભેગી કરી છે કે વર્ષોનાં વર્ષો ચાલે. હવે હું આરામ કરીશ. ખાઈ-પીને જલસા કરીશ.”’ ૨૦ પણ ઈશ્વરે તેને કહ્યું: ‘ઓ મૂર્ખ, આજે રાતે તારું મરણ થશે. તો પછી તેં જે વસ્તુઓ ભેગી કરી છે એ કોની થશે?’+
-