વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા વફાદારીથી પોતાના લોકો માટે પગલાં ભરે છે

        • ઈશ્વર પોતાનો કરાર યાદ રાખે છે (૮-૧૦)

        • “મારા અભિષિક્તોને આંગળી પણ લગાડશો નહિ” (૧૫)

        • ઈશ્વરે કેદ થયેલા યૂસફનો ઉપયોગ કર્યો (૧૭-૨૨)

        • ઇજિપ્તમાં ઈશ્વરનો ચમત્કાર (૨૩-૩૬)

        • ઇજિપ્તમાંથી ઇઝરાયેલીઓ નીકળ્યા (૩૭-૩૯)

        • ઇબ્રાહિમને આપેલું વચન ઈશ્વર યાદ રાખે છે (૪૨)

ગીતશાસ્ત્ર ૧૦૫:૧

એને લગતી કલમો

  • +ગી ૧૩૬:૧
  • +૧કા ૧૬:૮-૧૩; ગી ૯૬:૩; ૧૪૫:૧૧, ૧૨; યશા ૧૨:૪

ગીતશાસ્ત્ર ૧૦૫:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ગીત ગાવા સંગીત વગાડો.”

  • *

    અથવા કદાચ, “જાહેર કરો.”

એને લગતી કલમો

  • +ગી ૭૭:૧૨; ૧૧૯:૨૭

ગીતશાસ્ત્ર ૧૦૫:૩

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૨૪
  • +ગી ૧૧૯:૨

ગીતશાસ્ત્ર ૧૦૫:૪

એને લગતી કલમો

  • +આમ ૫:૪; સફા ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૦, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૦૫:૫

એને લગતી કલમો

  • +પુન ૭:૧૮, ૧૯

ગીતશાસ્ત્ર ૧૦૫:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૬
  • +નિર્ગ ૧૯:૫, ૬; યશા ૪૧:૮

ગીતશાસ્ત્ર ૧૦૫:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૨; ગી ૧૦૦:૩
  • +૧કા ૧૬:૧૪-૧૮; યશા ૨૬:૯; પ્રક ૧૫:૪

ગીતશાસ્ત્ર ૧૦૫:૮

એને લગતી કલમો

  • +પુન ૭:૯; લૂક ૧:૭૨, ૭૩
  • +નહે ૧:૫

ગીતશાસ્ત્ર ૧૦૫:૯

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧, ૨; ૨૨:૧૫-૧૮
  • +ઉત ૨૬:૩

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૭; ૧૩:૧૪, ૧૫; ૧૫:૧૮; ૨૬:૩; ૨૮:૧૩
  • +ગી ૭૮:૫૫

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૩૪:૩૦
  • +ઉત ૧૭:૮; ૨૩:૪; ૧કા ૧૬:૧૯-૨૨; પ્રેકા ૭:૪, ૫

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૧; ૪૬:૬

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૩૧:૭, ૪૨
  • +ઉત ૧૨:૧૭; ૨૦:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૦-૨૧

    ૪/૧/૨૦૧૦, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૯, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૦-૨૧

    ૪/૧/૨૦૧૦, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “રોટલી મૂકવાની દરેક લાકડી તોડી નાખી.” એ કદાચ રોટલી લટકાવવાની લાકડીને બતાવે છે.

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૩૦, ૫૪; ૪૨:૫; પ્રેકા ૭:૧૧

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૨૮, ૩૬; ૪૫:૪, ૫; ૫૦:૨૦

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૫/૨૦૨૦, પાન ૩-૪

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “તેને શુદ્ધ કર્યો.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૧૦

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૧૪

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૩૯-૪૧, ૪૮; ૪૫:૮

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૩૩, ૩૮

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૪, ૬

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૭; પ્રેકા ૭:૧૭
  • +નિર્ગ ૧:૮, ૯

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧૦; પ્રેકા ૭:૧૮, ૧૯

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૦; ૪:૧૨; ૬:૧૧
  • +નિર્ગ ૪:૧૪; ૭:૧

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૭

એને લગતી કલમો

  • +નહે ૯:૧૦; ગી ૭૮:૪૩-૫૧

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૮

ફૂટનોટ

  • *

    કદાચ મૂસા અને હારુન.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૦:૨૨, ૨૩

ગીતશાસ્ત્ર ૧૦૫:૨૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૨૦, ૨૧

ગીતશાસ્ત્ર ૧૦૫:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૮:૬

ગીતશાસ્ત્ર ૧૦૫:૩૧

ફૂટનોટ

  • *

    મચ્છર જેવી નાની જીવાત, જે કરડે છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૮:૧૭, ૨૪

ગીતશાસ્ત્ર ૧૦૫:૩૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૯:૨૩-૨૬

ગીતશાસ્ત્ર ૧૦૫:૩૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૦:૧૩-૧૫

ગીતશાસ્ત્ર ૧૦૫:૩૬

ફૂટનોટ

  • *

    અથવા, “જે બાળકો પેદા કરવાની તેઓની શક્તિની શરૂઆત હતું.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૨૯

ગીતશાસ્ત્ર ૧૦૫:૩૭

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૩, ૧૪; નિર્ગ ૩:૨૨; ૧૨:૩૫, ૩૬

ગીતશાસ્ત્ર ૧૦૫:૩૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૩૩

ગીતશાસ્ત્ર ૧૦૫:૩૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૯, ૨૦
  • +નિર્ગ ૧૩:૨૧

ગીતશાસ્ત્ર ૧૦૫:૪૦

ફૂટનોટ

  • *

    એક પ્રકારનું પક્ષી.

એને લગતી કલમો

  • +ગી ૭૮:૨૭
  • +નિર્ગ ૧૬:૧૨-૧૫; ગી ૭૮:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૮૬, પાન ૨૧

ગીતશાસ્ત્ર ૧૦૫:૪૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૬; ૧કો ૧૦:૧, ૪
  • +ગી ૭૮:૧૫, ૧૬

ગીતશાસ્ત્ર ૧૦૫:૪૨

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૭; ૧૫:૧૩, ૧૪; નિર્ગ ૨:૨૪; પુન ૯:૫

ગીતશાસ્ત્ર ૧૦૫:૪૩

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૩

ગીતશાસ્ત્ર ૧૦૫:૪૪

એને લગતી કલમો

  • +યહો ૧૧:૨૩; ૨૧:૪૩; નહે ૯:૨૨; ગી ૭૮:૫૫; પ્રેકા ૧૩:૧૯
  • +પુન ૬:૧૦, ૧૧; યહો ૫:૧૧, ૧૨

ગીતશાસ્ત્ર ૧૦૫:૪૫

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +પુન ૪:૪૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૦૫:૧ગી ૧૩૬:૧
ગીત. ૧૦૫:૧૧કા ૧૬:૮-૧૩; ગી ૯૬:૩; ૧૪૫:૧૧, ૧૨; યશા ૧૨:૪
ગીત. ૧૦૫:૨ગી ૭૭:૧૨; ૧૧૯:૨૭
ગીત. ૧૦૫:૩યર્મિ ૯:૨૪
ગીત. ૧૦૫:૩ગી ૧૧૯:૨
ગીત. ૧૦૫:૪આમ ૫:૪; સફા ૨:૩
ગીત. ૧૦૫:૫પુન ૭:૧૮, ૧૯
ગીત. ૧૦૫:૬નિર્ગ ૩:૬
ગીત. ૧૦૫:૬નિર્ગ ૧૯:૫, ૬; યશા ૪૧:૮
ગીત. ૧૦૫:૭નિર્ગ ૨૦:૨; ગી ૧૦૦:૩
ગીત. ૧૦૫:૭૧કા ૧૬:૧૪-૧૮; યશા ૨૬:૯; પ્રક ૧૫:૪
ગીત. ૧૦૫:૮પુન ૭:૯; લૂક ૧:૭૨, ૭૩
ગીત. ૧૦૫:૮નહે ૧:૫
ગીત. ૧૦૫:૯ઉત ૧૭:૧, ૨; ૨૨:૧૫-૧૮
ગીત. ૧૦૫:૯ઉત ૨૬:૩
ગીત. ૧૦૫:૧૧ઉત ૧૨:૭; ૧૩:૧૪, ૧૫; ૧૫:૧૮; ૨૬:૩; ૨૮:૧૩
ગીત. ૧૦૫:૧૧ગી ૭૮:૫૫
ગીત. ૧૦૫:૧૨ઉત ૩૪:૩૦
ગીત. ૧૦૫:૧૨ઉત ૧૭:૮; ૨૩:૪; ૧કા ૧૬:૧૯-૨૨; પ્રેકા ૭:૪, ૫
ગીત. ૧૦૫:૧૩ઉત ૨૦:૧; ૪૬:૬
ગીત. ૧૦૫:૧૪ઉત ૩૧:૭, ૪૨
ગીત. ૧૦૫:૧૪ઉત ૧૨:૧૭; ૨૦:૨, ૩
ગીત. ૧૦૫:૧૫ઉત ૨૬:૯, ૧૧
ગીત. ૧૦૫:૧૬ઉત ૪૧:૩૦, ૫૪; ૪૨:૫; પ્રેકા ૭:૧૧
ગીત. ૧૦૫:૧૭ઉત ૩૭:૨૮, ૩૬; ૪૫:૪, ૫; ૫૦:૨૦
ગીત. ૧૦૫:૧૮ઉત ૩૯:૨૦
ગીત. ૧૦૫:૧૯પ્રેકા ૭:૧૦
ગીત. ૧૦૫:૨૦ઉત ૪૧:૧૪
ગીત. ૧૦૫:૨૧ઉત ૪૧:૩૯-૪૧, ૪૮; ૪૫:૮
ગીત. ૧૦૫:૨૨ઉત ૪૧:૩૩, ૩૮
ગીત. ૧૦૫:૨૩ઉત ૪૬:૪, ૬
ગીત. ૧૦૫:૨૪નિર્ગ ૧:૭; પ્રેકા ૭:૧૭
ગીત. ૧૦૫:૨૪નિર્ગ ૧:૮, ૯
ગીત. ૧૦૫:૨૫નિર્ગ ૧:૧૦; પ્રેકા ૭:૧૮, ૧૯
ગીત. ૧૦૫:૨૬નિર્ગ ૩:૧૦; ૪:૧૨; ૬:૧૧
ગીત. ૧૦૫:૨૬નિર્ગ ૪:૧૪; ૭:૧
ગીત. ૧૦૫:૨૭નહે ૯:૧૦; ગી ૭૮:૪૩-૫૧
ગીત. ૧૦૫:૨૮નિર્ગ ૧૦:૨૨, ૨૩
ગીત. ૧૦૫:૨૯નિર્ગ ૭:૨૦, ૨૧
ગીત. ૧૦૫:૩૦નિર્ગ ૮:૬
ગીત. ૧૦૫:૩૧નિર્ગ ૮:૧૭, ૨૪
ગીત. ૧૦૫:૩૨નિર્ગ ૯:૨૩-૨૬
ગીત. ૧૦૫:૩૪નિર્ગ ૧૦:૧૩-૧૫
ગીત. ૧૦૫:૩૬નિર્ગ ૧૨:૨૯
ગીત. ૧૦૫:૩૭ઉત ૧૫:૧૩, ૧૪; નિર્ગ ૩:૨૨; ૧૨:૩૫, ૩૬
ગીત. ૧૦૫:૩૮નિર્ગ ૧૨:૩૩
ગીત. ૧૦૫:૩૯નિર્ગ ૧૪:૧૯, ૨૦
ગીત. ૧૦૫:૩૯નિર્ગ ૧૩:૨૧
ગીત. ૧૦૫:૪૦ગી ૭૮:૨૭
ગીત. ૧૦૫:૪૦નિર્ગ ૧૬:૧૨-૧૫; ગી ૭૮:૨૪
ગીત. ૧૦૫:૪૧નિર્ગ ૧૭:૬; ૧કો ૧૦:૧, ૪
ગીત. ૧૦૫:૪૧ગી ૭૮:૧૫, ૧૬
ગીત. ૧૦૫:૪૨ઉત ૧૨:૭; ૧૫:૧૩, ૧૪; નિર્ગ ૨:૨૪; પુન ૯:૫
ગીત. ૧૦૫:૪૩ગણ ૩૩:૩
ગીત. ૧૦૫:૪૪યહો ૧૧:૨૩; ૨૧:૪૩; નહે ૯:૨૨; ગી ૭૮:૫૫; પ્રેકા ૧૩:૧૯
ગીત. ૧૦૫:૪૪પુન ૬:૧૦, ૧૧; યહો ૫:૧૧, ૧૨
ગીત. ૧૦૫:૪૫પુન ૪:૪૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૦૫:૧-૪૫

ગીતશાસ્ત્ર

૧૦૫ યહોવાનો આભાર માનો,+ તેમના નામનો પોકાર કરો,

લોકોમાં તેમનાં કામો જાહેર કરો!+

 ૨ તેમનાં ગીત ગાઓ,* તેમની સ્તુતિ કરો.

તેમનાં બધાં અજાયબ કામો પર મનન કરો.*+

 ૩ તેમના પવિત્ર નામને લીધે ગર્વ કરો.+

યહોવાની ભક્તિ કરનારાનાં દિલ ખુશીથી ઝૂમી ઊઠો.+

 ૪ યહોવાનું માર્ગદર્શન શોધો+ અને તેમની શક્તિ માંગો.

તેમની કૃપા માટે વિનંતી કરો.

 ૫ તેમણે કરેલાં શાનદાર કામો,

ચમત્કારો અને તેમણે જાહેર કરેલા ન્યાયચુકાદાઓ યાદ કરો.+

 ૬ તેમના સેવક ઇબ્રાહિમના વંશજો,+

તેમના પસંદ કરેલા યાકૂબના દીકરાઓ,+ એ યાદ કરો.

 ૭ યહોવા જ આપણા ઈશ્વર છે.+

તેમના ન્યાયચુકાદાઓની અસર આખી પૃથ્વી પર થાય છે.+

 ૮ તેમણે હજાર પેઢીઓને આપેલું વચન,+

એટલે કે તેમણે પોતે કરેલો કરાર તે હંમેશાં યાદ રાખે છે.+

 ૯ એ કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો+

અને ઇસહાક આગળ એના સમ ખાધા હતા.+

૧૦ એ તેમણે યાકૂબને નિયમ તરીકે

અને ઇઝરાયેલને કાયમી કરાર તરીકે આપ્યો હતો.

૧૧ તેમણે કહ્યું હતું: “હું તમને કનાન દેશ+

વારસા તરીકે વહેંચી આપીશ.”+

૧૨ તેઓની સંખ્યા ઘણી ઓછી,+ હા, ઘણી જ ઓછી હતી

અને તેઓ એ દેશમાં પરદેશી હતા+ ત્યારે ઈશ્વરે એ કહ્યું હતું.

૧૩ તેઓ એક પ્રજાથી બીજી પ્રજામાં,

એક રાજ્યથી બીજા રાજ્યમાં ફરતા હતા.+

૧૪ ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ.+

પણ તેઓના કારણે તેમણે રાજાઓને સજા આપી.+

૧૫ તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને આંગળી પણ લગાડશો નહિ,

મારા પ્રબોધકોને કંઈ નુકસાન કરશો નહિ.”+

૧૬ એ દેશ પર તે દુકાળ લઈ આવ્યા.+

તેમણે તેઓનો રોટલીનો આધાર તોડી નાખ્યો.*

૧૭ તેમણે એક માણસને, યૂસફને તેઓ પહેલાં મોકલ્યો,

જેને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો હતો.+

૧૮ તેઓએ તેના પગમાં બેડીઓ પહેરાવી.+

તેના ગળે સાંકળ બાંધી.

૧૯ યહોવાનું વચન સાચું પડે ત્યાં સુધી,+

તેમના શબ્દોએ તેનું ઘડતર કર્યું.*

૨૦ રાજાએ તેને છોડી મૂકવા માણસો મોકલ્યા.+

લોકોના એ શાસકે તેને આઝાદ કર્યો.

૨૧ રાજાએ તેને પોતાના આખા ઘરનો અધિકારી બનાવ્યો,

તેને પોતાની બધી માલ-મિલકત પર ઉપરી ઠરાવ્યો,+

૨૨ જેથી તે પોતાની મરજી પ્રમાણે રાજવીઓ પર સત્તા ચલાવે

અને વડીલોને સમજણ આપે.+

૨૩ પછી ઇઝરાયેલ ઇજિપ્તમાં આવ્યો+

અને યાકૂબ હામના દેશમાં પરદેશી તરીકે રહ્યો.

૨૪ ઈશ્વરે પોતાના લોકોમાં ઘણો વધારો કર્યો.+

તેમણે તેઓને વેરીઓ કરતાં બળવાન બનાવ્યા.+

૨૫ તેમણે વેરીઓનાં દિલમાં પોતાના લોકો માટે નફરત વધવા દીધી

અને પોતાના સેવકો વિરુદ્ધ તેઓને કાવતરું ઘડવા દીધું.+

૨૬ તેમણે પોતાના ભક્ત મૂસાને મોકલ્યો+

અને પોતે પસંદ કરેલા હારુનને+ પણ મોકલ્યો.

૨૭ તેઓએ ઇજિપ્તના લોકોને ચમત્કારો બતાવ્યા

અને હામના દેશમાં ચમત્કારો કર્યા.+

૨૮ તેમણે અંધારું મોકલ્યું અને દેશ પર અંધકાર છવાઈ ગયો.+

તેઓએ* તેમની વાતનો વિરોધ કર્યો નહિ.

૨૯ તેમણે દેશનું પાણી લોહીમાં ફેરવી નાખ્યું

અને તેઓની માછલીઓ મારી નાખી.+

૩૦ તેઓના દેશમાં દેડકાં જ દેડકાં દેખાવાં લાગ્યાં.+

અરે, મહેલના ઓરડાઓમાં પણ એ ઘૂસી ગયાં.

૩૧ તેમણે તેઓના બધા વિસ્તારોમાં

કરડતી માખીઓનાં અને મચ્છરોનાં* ટોળેટોળાં મોકલ્યાં.+

૩૨ તેમણે તેઓના વરસાદને કરામાં ફેરવી નાખ્યો.

તેઓના દેશમાં વીજળી મોકલી.+

૩૩ તેમણે તેઓનાં દ્રાક્ષાવેલાઓ અને અંજીરીઓ તોડી પાડ્યાં.

તેઓના વિસ્તારનાં વૃક્ષો ઉજ્જડ કરી નાખ્યાં.

૩૪ તેમના કહેવાથી તીડો ઊતરી આવ્યાં

અને તીડોનાં અગણિત બચ્ચાં ધસી આવ્યાં.+

૩૫ તેઓ દેશની લીલોતરી સફાચટ કરી ગયાં,

ધરતીની ઊપજ હજમ કરી ગયાં.

૩૬ પછી તેમણે દેશના બધા પ્રથમ જન્મેલાને મારી નાખ્યા,+

હા, તેઓ બધાનું પહેલું જન્મેલું બાળક મારી નાખ્યું.*

૩૭ તે પોતાના લોકોને પુષ્કળ સોના-ચાંદી સાથે બહાર કાઢી લાવ્યા.+

તેમનાં કુળોમાં કોઈએ ઠોકર ખાધી નહિ.

૩૮ તેઓના જવાથી ઇજિપ્તના લોકો બહુ ખુશ થયા,

કેમ કે ઇઝરાયેલનો ડર તેઓ પર છવાઈ ગયો હતો.+

૩૯ તેમણે પોતાના લોકોને રક્ષણ આપવા વાદળ મોકલ્યું+

અને રાતે પ્રકાશ આપવા અગ્‍નિ મોકલ્યો.+

૪૦ તેઓના માંગવાથી તે લાવરીઓ* લાવ્યા.+

તેમણે આકાશમાંથી રોટલી આપીને તેઓનું પેટ ભર્યું.+

૪૧ તેમણે ખડક તોડ્યો અને એમાંથી પાણી નીકળ્યું.+

એ પાણી રણમાં નદીની જેમ વહેવા લાગ્યું.+

૪૨ તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલું પવિત્ર વચન યાદ રાખ્યું.+

૪૩ તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને બહાર કાઢી લાવ્યા.+

તેઓ હર્ષનાદ કરતાં કરતાં આનંદના પોકાર સાથે નીકળી આવ્યા.

૪૪ તેમણે તેઓને બીજી પ્રજાઓના દેશો આપી દીધા.+

બીજા લોકોએ જેના માટે કાળી મજૂરી કરી હતી, એનો વારસો તેઓને મળ્યો,+

૪૫ જેથી તેઓ ઈશ્વરના હુકમો માને+

અને તેમના નિયમો પાળે.

યાહનો જયજયકાર કરો!*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો