વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૪૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • યૂસફના ભાઈઓ ઇજિપ્ત જાય છે (૧-૪)

      • યૂસફ પોતાના ભાઈઓને મળે છે, તેઓની પરીક્ષા કરે છે (૫-૨૫)

      • ભાઈઓ યાકૂબ પાસે પાછા જાય છે (૨૬-૩૮)

ઉત્પત્તિ ૪૨:૧

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૪૮, ૪૯

ઉત્પત્તિ ૪૨:૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૧૨

ઉત્પત્તિ ૪૨:૩

એને લગતી કલમો

  • +૧કા ૨:૧, ૨

ઉત્પત્તિ ૪૨:૪

એને લગતી કલમો

  • +ઉત ૩૫:૧૮, ૧૯; ૪૨:૩૮; ૪૪:૨૦
  • +ઉત ૪૩:૧૪

ઉત્પત્તિ ૪૨:૫

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૫૭; પ્રેકા ૭:૧૧

ઉત્પત્તિ ૪૨:૬

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૧૪
  • +ઉત ૪૧:૪૪; ૪૫:૮; ગી ૧૦૫:૨૧; પ્રેકા ૭:૯, ૧૦
  • +ઉત ૩૭:૭, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૫, પાન ૧૩

ઉત્પત્તિ ૪૨:૭

એને લગતી કલમો

  • +ઉત ૪૨:૨૩
  • +ઉત ૩૭:૧; પ્રેકા ૭:૧૧, ૧૨

ઉત્પત્તિ ૪૨:૯

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૭-૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૫, પાન ૧૩

ઉત્પત્તિ ૪૨:૧૩

એને લગતી કલમો

  • +૧કા ૨:૧, ૨
  • +નિર્ગ ૧:૧-૪
  • +ઉત ૩૫:૧૮, ૧૯; ૪૨:૩૮; ૪૩:૭
  • +ઉત ૩૭:૨૭, ૩૫; ૪૪:૨૦

ઉત્પત્તિ ૪૨:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૪૨:૩૪; ૪૩:૨૯

ઉત્પત્તિ ૪૨:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૪૫:૨૧, ૨૩

ઉત્પત્તિ ૪૨:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૧૮, ૨૮; ૫૦:૧૭; પ્રેકા ૭:૯

ઉત્પત્તિ ૪૨:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૨૧
  • +ઉત ૯:૫

ઉત્પત્તિ ૪૨:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૪૩:૩૦
  • +ઉત ૪૨:૧૯; ૪૩:૨૩

ઉત્પત્તિ ૪૨:૩૦

એને લગતી કલમો

  • +ઉત ૪૨:૭, ૯

ઉત્પત્તિ ૪૨:૩૧

એને લગતી કલમો

  • +ઉત ૪૨:૧૧

ઉત્પત્તિ ૪૨:૩૨

એને લગતી કલમો

  • +ઉત ૪૨:૧૩
  • +ઉત ૩૭:૨૮, ૩૫
  • +ઉત ૩૫:૧૮, ૧૯; ૪૨:૪

ઉત્પત્તિ ૪૨:૩૩

એને લગતી કલમો

  • +ઉત ૪૨:૧૯
  • +ઉત ૪૨:૨

ઉત્પત્તિ ૪૨:૩૬

એને લગતી કલમો

  • +ઉત ૪૩:૧૪
  • +ઉત ૩૭:૨૮, ૩૫
  • +ઉત ૪૨:૨૪

ઉત્પત્તિ ૪૨:૩૭

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૨૨; ૪૬:૯
  • +ઉત ૪૩:૮, ૯; ૪૪:૩૨

ઉત્પત્તિ ૪૨:૩૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૩૧-૩૪; ૪૪:૨૦
  • +ગી ૮૯:૪૮; સભા ૯:૧૦; હો ૧૩:૧૪; પ્રેકા ૨:૨૭; પ્રક ૨૦:૧૩
  • +ઉત ૩૭:૩૪, ૩૫; ૪૪:૨૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૪૨:૧ઉત ૪૧:૪૮, ૪૯
ઉત. ૪૨:૨પ્રેકા ૭:૧૨
ઉત. ૪૨:૩૧કા ૨:૧, ૨
ઉત. ૪૨:૪ઉત ૩૫:૧૮, ૧૯; ૪૨:૩૮; ૪૪:૨૦
ઉત. ૪૨:૪ઉત ૪૩:૧૪
ઉત. ૪૨:૫ઉત ૪૧:૫૭; પ્રેકા ૭:૧૧
ઉત. ૪૨:૬ઉત ૪૭:૧૪
ઉત. ૪૨:૬ઉત ૪૧:૪૪; ૪૫:૮; ગી ૧૦૫:૨૧; પ્રેકા ૭:૯, ૧૦
ઉત. ૪૨:૬ઉત ૩૭:૭, ૯
ઉત. ૪૨:૭ઉત ૪૨:૨૩
ઉત. ૪૨:૭ઉત ૩૭:૧; પ્રેકા ૭:૧૧, ૧૨
ઉત. ૪૨:૯ઉત ૩૭:૭-૯
ઉત. ૪૨:૧૩૧કા ૨:૧, ૨
ઉત. ૪૨:૧૩નિર્ગ ૧:૧-૪
ઉત. ૪૨:૧૩ઉત ૩૫:૧૮, ૧૯; ૪૨:૩૮; ૪૩:૭
ઉત. ૪૨:૧૩ઉત ૩૭:૨૭, ૩૫; ૪૪:૨૦
ઉત. ૪૨:૧૫ઉત ૪૨:૩૪; ૪૩:૨૯
ઉત. ૪૨:૧૯ઉત ૪૫:૨૧, ૨૩
ઉત. ૪૨:૨૧ઉત ૩૭:૧૮, ૨૮; ૫૦:૧૭; પ્રેકા ૭:૯
ઉત. ૪૨:૨૨ઉત ૩૭:૨૧
ઉત. ૪૨:૨૨ઉત ૯:૫
ઉત. ૪૨:૨૪ઉત ૪૩:૩૦
ઉત. ૪૨:૨૪ઉત ૪૨:૧૯; ૪૩:૨૩
ઉત. ૪૨:૩૦ઉત ૪૨:૭, ૯
ઉત. ૪૨:૩૧ઉત ૪૨:૧૧
ઉત. ૪૨:૩૨ઉત ૪૨:૧૩
ઉત. ૪૨:૩૨ઉત ૩૭:૨૮, ૩૫
ઉત. ૪૨:૩૨ઉત ૩૫:૧૮, ૧૯; ૪૨:૪
ઉત. ૪૨:૩૩ઉત ૪૨:૧૯
ઉત. ૪૨:૩૩ઉત ૪૨:૨
ઉત. ૪૨:૩૬ઉત ૪૩:૧૪
ઉત. ૪૨:૩૬ઉત ૩૭:૨૮, ૩૫
ઉત. ૪૨:૩૬ઉત ૪૨:૨૪
ઉત. ૪૨:૩૭ઉત ૩૭:૨૨; ૪૬:૯
ઉત. ૪૨:૩૭ઉત ૪૩:૮, ૯; ૪૪:૩૨
ઉત. ૪૨:૩૮ઉત ૩૭:૩૧-૩૪; ૪૪:૨૦
ઉત. ૪૨:૩૮ગી ૮૯:૪૮; સભા ૯:૧૦; હો ૧૩:૧૪; પ્રેકા ૨:૨૭; પ્રક ૨૦:૧૩
ઉત. ૪૨:૩૮ઉત ૩૭:૩૪, ૩૫; ૪૪:૨૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૪૨:૧-૩૮

ઉત્પત્તિ

૪૨ યાકૂબને જ્યારે જાણ થઈ કે ઇજિપ્તમાં અનાજ છે,+ ત્યારે તેણે પોતાના દીકરાઓને કહ્યું: “તમે કેમ એકબીજાનું મોં જોઈને બેસી રહ્યા છો?” ૨ તેણે આગળ કહ્યું: “મેં સાંભળ્યું છે કે ઇજિપ્તમાં અનાજ છે. ત્યાં જાઓ અને આપણા માટે એ ખરીદી લાવો, જેથી આપણે ભૂખે ન મરીએ.”+ ૩ એટલે યૂસફના દસ ભાઈઓ+ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. ૪ પણ યાકૂબે યૂસફના સગા ભાઈ બિન્યામીનને તેઓ સાથે ન મોકલ્યો,+ કેમ કે તેને થયું: “કદાચ મુસાફરીમાં બિન્યામીનને કંઈ થઈ જાય અને તે મરી જાય તો?”+

૫ કનાન દેશમાં પણ આકરો દુકાળ હતો.+ એટલે બીજા લોકોની સાથે ઇઝરાયેલના દીકરાઓ પણ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. ૬ દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા લોકોને યૂસફ અનાજ વેચતો હતો+ અને તે આખા ઇજિપ્ત દેશનો અધિકારી હતો.+ તેના ભાઈઓએ આવીને તેને જમીન સુધી નમન કર્યું.+ ૭ યૂસફ તરત જ પોતાના ભાઈઓને ઓળખી ગયો, પણ તેણે પોતાની ઓળખ છુપાવી રાખી.+ તેણે કઠોર બનીને તેઓને પૂછ્યું: “તમે ક્યાંથી આવ્યા છો?” તેઓએ કહ્યું: “અમે કનાન દેશથી અનાજ ખરીદવા આવ્યા છીએ.”+

૮ યૂસફે પોતાના ભાઈઓને ઓળખી લીધા, પણ તેઓ તેને ઓળખી શક્યા નહિ. ૯ યૂસફને તરત જ તેઓ વિશે જોયેલાં સપનાં યાદ આવી ગયાં.+ તેણે તેઓને કહ્યું: “તમે જાસૂસ છો! આ દેશને ક્યાંથી કબજે કરી શકાય એ જોવા આવ્યા છો.” ૧૦ તેઓએ કહ્યું: “ના અમારા માલિક, એવું નથી! અમે તો તમારા સેવકો છીએ. અમે ફક્ત અનાજ ખરીદવા આવ્યા છીએ. ૧૧ અમે બધા ભાઈઓ છીએ, એક જ પિતાના દીકરાઓ છીએ. અમે જાસૂસ નથી, સીધા-સાદા માણસો છીએ.” ૧૨ પણ યૂસફે કહ્યું: “જૂઠું ન બોલો! આ દેશને ક્યાંથી કબજે કરી શકાય એ જોવા તમે આવ્યા છો!” ૧૩ ત્યારે તેઓએ કહ્યું: “અમે ૧૨ ભાઈઓ છીએ,+ એક જ પિતાના દીકરાઓ છીએ.+ અમારા પિતા કનાન દેશમાં રહે છે. અમારો સૌથી નાનો ભાઈ પિતા પાસે છે+ અને એક ભાઈ હવે રહ્યો નથી.”+

૧૪ યૂસફે તેઓને કહ્યું: “હું બરાબર કહું છું, ‘તમે જાસૂસ છો!’ ૧૫ તમે સાચું બોલો છો કે નહિ એની હું પરખ કરીશ. હું રાજાના સમ ખાઈને કહું છું, તમારો નાનો ભાઈ અહીં નહિ આવે, ત્યાં સુધી તમે અહીંથી જઈ નહિ શકો.+ ૧૬ તમારા નાના ભાઈને લઈ આવવા એક જણને મોકલો, બાકીના અહીં કેદમાં રહો. આમ તમે સાચું બોલો છો કે નહિ એની મને ખબર પડશે. નહિ તો, રાજાના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો.” ૧૭ પછી તેણે તેઓને ત્રણ દિવસ માટે કેદ કર્યા.

૧૮ ત્રીજા દિવસે યૂસફે તેઓને કહ્યું: “હું સાચા ઈશ્વરનો ડર રાખીને ચાલું છું. મારું કહ્યું માનો અને જીવતા રહો. ૧૯ જો તમે સાચા હો, તો તમારામાંથી એકને અહીં કેદમાં રાખો, પણ બાકીનાઓ અહીંથી જાઓ. તમારાં કુટુંબો માટે અનાજ લઈ જાઓ, જેથી તેઓ દુકાળને લીધે ભૂખે ન મરે.+ ૨૦ પછી તમારા સૌથી નાના ભાઈને મારી પાસે લઈ આવો. એટલે મને ખાતરી થશે કે તમે સાચું બોલો છો. આમ તમે નહિ મરો.” તેઓએ એવું જ કર્યું.

૨૧ તેઓએ એકબીજાને કહ્યું: “આપણા ભાઈ યૂસફ સાથે આપણે જે રીતે વર્ત્યા હતા, એની જ આ સજા છે.+ આપણે તેને દુઃખમાં તડપતા જોયો હતો. તે આપણી પાસે દયાની ભીખ માંગતો હતો, પણ આપણે કાન બંધ કરી દીધા હતા. એટલે જ આ દુઃખ આપણા પર આવી પડ્યું છે.” ૨૨ ત્યારે રૂબેને જવાબ આપ્યો: “મેં તમને કહ્યું હતું ને, ‘છોકરાને ઈજા ન કરશો’? પણ તમે મારું સાંભળ્યું જ નહિ.+ હવે તેના લોહીનો બદલો આપણી પાસે માંગવામાં આવી રહ્યો છે.”+ ૨૩ યૂસફ તેઓની બધી વાત સમજી રહ્યો હતો. પણ તેઓને એની ખબર ન હતી, કેમ કે તે દુભાષિયા દ્વારા તેઓ સાથે વાત કરતો હતો. ૨૪ યૂસફ તેઓથી દૂર જઈને રડવા લાગ્યો.+ પછી પાછા આવીને તેણે તેઓ સાથે વાત કરી. તેઓની નજર સામે તેણે શિમયોનને બંદી બનાવ્યો.+ ૨૫ યૂસફે ચાકરોને હુકમ આપ્યો કે, દરેક માણસની ગૂણ અનાજથી ભરે, તેઓએ આપેલા પૈસા એમાં પાછા મૂકે અને મુસાફરી માટે ખોરાક પણ ભરી આપે. ચાકરોએ એમ જ કર્યું.

૨૬ યૂસફના ભાઈઓએ ગધેડાં પર અનાજ મૂક્યું અને ત્યાંથી રવાના થયા. ૨૭ તેઓ ઉતારાની જગ્યાએ પહોંચ્યા ત્યારે તેઓમાંના એકે ગધેડાને ખવડાવવા પોતાની ગૂણ ખોલી. ગૂણ ખોલતાની સાથે જ તેને પૈસાની થેલી દેખાઈ આવી. ૨૮ તેણે પોતાના ભાઈઓને કહ્યું: “મને મારા પૈસા પાછા આપવામાં આવ્યા છે. જુઓ, એ મારી ગૂણમાં જ છે!” એ સાંભળીને તેઓના ધબકારા વધી ગયા અને તેઓ ધ્રૂજવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “ઈશ્વરે આપણી સાથે આવું કેમ કર્યું?”

૨૯ તેઓ કનાન દેશમાં પોતાના પિતા યાકૂબ પાસે પાછા આવ્યા. ઇજિપ્તમાં જે કંઈ બન્યું હતું એ બધું પિતાને જણાવતા કહ્યું: ૩૦ “એ દેશનો અધિકારી અમારી સાથે કઠોર રીતે વર્ત્યો.+ તેણે અમારા પર જાસૂસ હોવાનો આરોપ મૂક્યો. ૩૧ પણ અમે તેને કહ્યું, ‘અમે સીધા-સાદા માણસો છીએ, જાસૂસ નથી.+ ૩૨ અમે ૧૨ ભાઈઓ છીએ,+ એક જ પિતાના દીકરાઓ છીએ. એક ભાઈ હવે રહ્યો નથી+ અને સૌથી નાનો ભાઈ પિતા પાસે કનાનમાં છે.’+ ૩૩ પણ એ અધિકારીએ કહ્યું, ‘તમે સાચા છો કે નહિ, એની હું પરખ કરીશ. તમારા એક ભાઈને મારી પાસે મૂકી જાઓ.+ પણ બાકીના તમારાં કુટુંબો માટે અનાજ લઈને જાઓ, જેથી તેઓ દુકાળને લીધે ભૂખે ન મરે.+ ૩૪ તમારા સૌથી નાના ભાઈને મારી પાસે લઈ આવો. એટલે મને ખાતરી થશે કે તમે જાસૂસ નથી, પણ સાચું બોલો છો. પછી હું તમને તમારો ભાઈ પાછો આપીશ અને આ દેશમાંથી અનાજ ખરીદતા તમને કોઈ રોકશે નહિ.’”

૩૫ તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, તેઓને પોતાના પૈસાની થેલી એમાંથી મળી આવી. એ જોઈને યાકૂબ અને તેના દીકરાઓ ખૂબ ગભરાઈ ગયા. ૩૬ યાકૂબ બોલી ઊઠ્યો: “તમે મારાં બાળકો મારી પાસેથી છીનવી રહ્યા છો!+ યૂસફ રહ્યો નથી,+ શિમયોન નથી+ અને હવે તમે બિન્યામીનને પણ લઈ જવા માંગો છો! આ તે કેવું સંકટ મારા માથે આવી પડ્યું છે!” ૩૭ પણ રૂબેને પિતાને કહ્યું: “જો હું બિન્યામીનને પાછો ન લાવું, તો મારા બંને દીકરાઓને મારી નાખજો.+ બિન્યામીનને મારા હાથમાં સોંપો, હું તેને સહીસલામત પાછો લાવીશ.”+ ૩૮ પણ યાકૂબે કહ્યું: “ના, મારો દીકરો તમારી સાથે નહિ આવે, કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહી ગયો છે.+ જો મુસાફરીમાં તેને કંઈ થઈ જાય અને તે મરી જાય, તો આ ઘડપણમાં મારે શોક કરતાં કરતાં કબરમાં*+ જવું પડશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો