વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સંકટ સમયની પ્રાર્થના

        • ઈશ્વરનાં કામો પર મનન (૧૧, ૧૨)

        • ‘હે ઈશ્વર, તમારા જેવો મહાન કોણ છે?’ (૧૩)

ગીતશાસ્ત્ર ૭૭:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૩૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૪

ગીતશાસ્ત્ર ૭૭:૧

એને લગતી કલમો

  • +ગી ૩૪:૬; ની ૧૫:૨૯

ગીતશાસ્ત્ર ૭૭:૨

એને લગતી કલમો

  • +ગી ૧૮:૬; ૫૦:૧૫

ગીતશાસ્ત્ર ૭૭:૩

એને લગતી કલમો

  • +ગી ૪૨:૫
  • +ગી ૧૪૩:૪

ગીતશાસ્ત્ર ૭૭:૫

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૫; યશા ૫૧:૯

ગીતશાસ્ત્ર ૭૭:૬

ફૂટનોટ

  • *

    અથવા, “તારવાળા વાજિંત્રનું સંગીત.”

એને લગતી કલમો

  • +ગી ૪૨:૮
  • +ગી ૭૭:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૭૭:૭

એને લગતી કલમો

  • +ગી ૭૪:૧
  • +ગી ૭૯:૫

ગીતશાસ્ત્ર ૭૭:૯

એને લગતી કલમો

  • +યશા ૪૯:૧૪; ૬૩:૧૫

ગીતશાસ્ત્ર ૭૭:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “આ વાત મારું કાળજું વીંધી નાખે છે કે.”

એને લગતી કલમો

  • +ગી ૩૧:૨૨

ગીતશાસ્ત્ર ૭૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૧, પાન ૯

ગીતશાસ્ત્ર ૭૭:૧૨

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૯; ગી ૧૪૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૧, પાન ૯

ગીતશાસ્ત્ર ૭૭:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૧; ગી ૮૯:૮

ગીતશાસ્ત્ર ૭૭:૧૪

એને લગતી કલમો

  • +ગી ૭૨:૧૮; પ્રક ૧૫:૩
  • +નિર્ગ ૯:૧૬; યશા ૫૨:૧૦; દા ૩:૨૯; ૬:૨૬, ૨૭

ગીતશાસ્ત્ર ૭૭:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૬; પુન ૯:૨૯

ગીતશાસ્ત્ર ૭૭:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૧; યહો ૩:૧૬; ગી ૧૧૪:૧-૩

ગીતશાસ્ત્ર ૭૭:૧૭

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૧૫; ગી ૧૪૪:૬

ગીતશાસ્ત્ર ૭૭:૧૮

એને લગતી કલમો

  • +ગી ૨૯:૩
  • +ગી ૯૭:૪
  • +નિર્ગ ૧૯:૧૮; ૨શ ૨૨:૮

ગીતશાસ્ત્ર ૭૭:૧૯

એને લગતી કલમો

  • +નહે ૯:૧૦, ૧૧; હબા ૩:૧૫

ગીતશાસ્ત્ર ૭૭:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧; ગી ૭૮:૫૨
  • +યશા ૬૩:૧૧; પ્રેકા ૭:૩૫, ૩૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૭૭:મથાળું૨કા ૩૫:૧૫
ગીત. ૭૭:૧ગી ૩૪:૬; ની ૧૫:૨૯
ગીત. ૭૭:૨ગી ૧૮:૬; ૫૦:૧૫
ગીત. ૭૭:૩ગી ૪૨:૫
ગીત. ૭૭:૩ગી ૧૪૩:૪
ગીત. ૭૭:૫ગી ૧૪૩:૫; યશા ૫૧:૯
ગીત. ૭૭:૬ગી ૪૨:૮
ગીત. ૭૭:૬ગી ૭૭:૧૨
ગીત. ૭૭:૭ગી ૭૪:૧
ગીત. ૭૭:૭ગી ૭૯:૫
ગીત. ૭૭:૯યશા ૪૯:૧૪; ૬૩:૧૫
ગીત. ૭૭:૧૦ગી ૩૧:૨૨
ગીત. ૭૭:૧૨૧કા ૧૬:૯; ગી ૧૪૩:૫
ગીત. ૭૭:૧૩નિર્ગ ૧૫:૧૧; ગી ૮૯:૮
ગીત. ૭૭:૧૪ગી ૭૨:૧૮; પ્રક ૧૫:૩
ગીત. ૭૭:૧૪નિર્ગ ૯:૧૬; યશા ૫૨:૧૦; દા ૩:૨૯; ૬:૨૬, ૨૭
ગીત. ૭૭:૧૫નિર્ગ ૬:૬; પુન ૯:૨૯
ગીત. ૭૭:૧૬નિર્ગ ૧૪:૨૧; યહો ૩:૧૬; ગી ૧૧૪:૧-૩
ગીત. ૭૭:૧૭૨શ ૨૨:૧૫; ગી ૧૪૪:૬
ગીત. ૭૭:૧૮ગી ૨૯:૩
ગીત. ૭૭:૧૮ગી ૯૭:૪
ગીત. ૭૭:૧૮નિર્ગ ૧૯:૧૮; ૨શ ૨૨:૮
ગીત. ૭૭:૧૯નહે ૯:૧૦, ૧૧; હબા ૩:૧૫
ગીત. ૭૭:૨૦નિર્ગ ૧૩:૨૧; ગી ૭૮:૫૨
ગીત. ૭૭:૨૦યશા ૬૩:૧૧; પ્રેકા ૭:૩૫, ૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૭૭:૧-૨૦

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન* પ્રમાણે ગાવું. આસાફનું ગીત.+

૭૭ હું ઈશ્વરને પોકારીશ,

હું મોટા સાદે ઈશ્વરને પોકારીશ અને તે મારું સાંભળશે.+

 ૨ સંકટ સમયે હું યહોવાની મદદ માંગું છું.+

રાતે થાક્યા વગર હું તેમની આગળ હાથ ફેલાવી રાખું છું,

તોપણ મને દિલાસો મળતો નથી.

 ૩ હું ઈશ્વરને યાદ કરું છું ત્યારે નિસાસા નાખું છું,+

મારું મન બેચેન છે અને મારામાં શક્તિ રહી નથી.+ (સેલાહ)

 ૪ તમે મારી નીંદર લઈ લીધી છે,

હું હેરાન-પરેશાન થઈ ગયો છું અને બોલી શકતો નથી.

 ૫ હું જૂના દિવસો યાદ કરું છું,+

વીતેલાં વર્ષોનો વિચાર કરું છું.

 ૬ રાતે હું મારું ગીત* યાદ કરું છું,+

મનમાં વિચાર્યા કરું છું.+

હું આ સવાલોના જવાબ શોધવા મથું છું:

 ૭ શું યહોવા અમને કાયમ માટે ત્યજી દેશે?+

શું તે ફરી ક્યારેય કૃપા નહિ બતાવે?+

 ૮ શું તે કાયમ માટે અતૂટ પ્રેમ નહિ બતાવે?

શું તેમણે આપેલું વચન ક્યારેય પૂરું નહિ થાય?

 ૯ શું ઈશ્વર કૃપા બતાવવાનું ભૂલી ગયા છે?+

શું તેમણે ગુસ્સે ભરાઈને દયા બતાવવાનું છોડી દીધું છે? (સેલાહ)

૧૦ હું આમ કહેતો રહું છું: “મને આ વાતનું ભારે દુઃખ છે કે,*+

સર્વોચ્ચ ઈશ્વરે પોતાનો જમણો હાથ અમારા પરથી ખેંચી લીધો છે.”

૧૧ હું યાહનાં કાર્યો યાદ કરીશ.

વર્ષો અગાઉ તમે કરેલાં અદ્‍ભુત કામો હું યાદ કરીશ.

૧૨ હું તમારાં બધાં કામો પર મનન કરીશ,

તમે જે રીતે વર્તો છો એના પર વિચાર કરીશ.+

૧૩ હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે,

હે ઈશ્વર, તમારા જેવો મહાન ઈશ્વર બીજો કોણ છે?+

૧૪ તમે સાચા ઈશ્વર છો અને અદ્‍ભુત કામો કરો છો.+

લોકોમાં તમે પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું છે.+

૧૫ તમે તમારી શક્તિથી પોતાના લોકોને છોડાવ્યા છે,+

યાકૂબ અને યૂસફના દીકરાઓને બચાવ્યા છે. (સેલાહ)

૧૬ હે ઈશ્વર, પાણીએ તમને જોયા,

પાણી તમને જોઈને થરથર કાંપવા લાગ્યું.+

ઊંડા પાણીમાં ખળભળાટ મચી ગયો.

૧૭ વાદળોમાંથી મુશળધાર પાણી વરસ્યું.

વાદળોથી ઘેરાયેલા આકાશે ગર્જના કરી,

તીર છૂટે તેમ ચોતરફ વીજળીના ચમકારા થયા.+

૧૮ તમારી ગર્જના+ રથનાં પૈડાઓના ગડગડાટ જેવી હતી.

વીજળીના તેજથી ધરતી ઝગમગી ઊઠી.+

પૃથ્વી હાલી અને કાંપી.+

૧૯ તમારો માર્ગ સમુદ્રમાં થઈને જતો હતો,+

તમારો રસ્તો ઊંડા પાણીમાંથી પસાર થતો હતો,

પણ તમારાં પગલાંનાં નિશાન કોઈને મળ્યાં નહિ.

૨૦ તમે તમારા લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા,+

મૂસા અને હારુનના હાથ નીચે તેઓની સંભાળ રાખી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો